STORYMIRROR

પ્રેમ ના સરનામે - અનામી HeeR

Others

3.4  

પ્રેમ ના સરનામે - અનામી HeeR

Others

કવિતા લખાઈ ગઈ

કવિતા લખાઈ ગઈ

1 min
1.7K


અઢળક શબ્દોમાં રજુઆત કરી,

છતા વાત હંમેશા અધુરી રહી ગઈ.


રાહ જોતા-જોતા ફરી સવાર નિહાળી,

ખબર ના રહી ક્યારે આ રાત વીતી ગઇ.


હૈયે રાખી હતી હંમેશા છુપાવી ને,

એ લાગણી આંસુ થકી સરકી ગઈ.


હકીકત સમી હતી નજરો સામે,

સ્વપ્ન બની યાદોમાં રહી ગઈ.


બહુ ખાસ કંઈ કહેવુ નહોતુ આજે,

અક્ષર સહ વેદના મૌનમા સમાઇ ગઇ,


"રાઝ"ને શબ્દમાં કંડારતા "હીર"

આજે ફરી એક "કવિતા" લખાય ગઇ.


Rate this content
Log in