STORYMIRROR

પ્રેમ ના સરનામે - અનામી HeeR

Tragedy

2  

પ્રેમ ના સરનામે - અનામી HeeR

Tragedy

યાદ આવીશ હું કોઇક વાર

યાદ આવીશ હું કોઇક વાર

1 min
947




કોઈકવાર તમને મારી યાદ આવશે જેમ હું તમને યાદ કરતો હતો.


કોઈકવાર તમે મારા માટે રડશો જેમ હું તમારી માટે છુપાઈ ને રડતો હતો.


કોઈકવાર તમે મને પાછા મળવા માંગશો જેમ હું તમને મળવા ઈચ્છતો હતો.


કોઈ દિવસ તમને સમજાશે કે શા માટે તમે મારા હૃદયને તોડી નાખ્યુ હતું.


કોઈકવાર તમને ખબર પડશે કે તમે કેવું દુઃખ અનુભવો છો..

જે કોઈવાર મે તમારા માટે અનુભવ્યુ હતું.


કોઈક દિવસે તમારા જીવનની રાહ બદલાશે..

અને ત્યારે તમે એ રાહ પર એકલા હશો.


કોઈક મળશે તમને દુઃખ પહોંચાડનાર ત્યારે આવશે મારી યાદ ...

કે તમે આટલું દુ:ખ પહોચાડ્યુ છતાં હું કંઈ નહોતો બોલ્યો.


કોઈકવાર તમે કેટલા એકલા છો એનો ખ્યાલ આવશે.


કોઈકવાર તમને ખબર પડશે કે હું ખરેખર કેવી રીતે એકલતા અનુભવું છું


કોઈકવાર તમે મારા સાથ મેળવવા ફરી પ્રયાસ કરશો, જેમ મેં તમારો સાથ મેળવવા.


યાદ આવશે એ પ્રેમ જ્યારે સામે સવાલ હશે


" મે પણ પ્રેમ કર્યો હતો ? "


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy