સ્કૂલના દિવસો
સ્કૂલના દિવસો
આજ ફરી આવી ગ્યા યાદ મને સ્કૂલના દિવસો,
સ્કુલના દિવસો ને મજાના દિવસો..
ખુલ્લી આંખે થતી પ્રાર્થનાથી માંડીને,
છુટ્ટતા ટાઈમે થતી ધક્કામુક્કીના દિવસો..
બધા જ સર ને કંઈક વિશેષ નામથી સંબોધ્યાના દિવસો,
ને એવા તો કંઈ કેટલાય સરના ફોઈબા બન્યાનાં દિવસો...
રક્ષાબંધનમાં રાખડી બાંધવા માટે લડયાના દિવસો,
ને પછી બે દિવસ સુધી એકબીજા સાથે મૌનવ્રત પાળ્યાના દિવસો...
છોકરાઓને છોકરીઓના નામથી ખિજાવવાના દિવસો,
ને ક્યારેક મિત્રના વાંકે માર ખાધાના દિવસો...
મોનિટર બનીને શિક્ષક માટે શાંતિ સ્થાપ્યાના દિવસો,
ને ક્યારેક એમનો જ માથાનો દુખાવો બન્યાનાં દિવસો...
શિક્ષક તો બનાય જ નહિ એવી ડંફાસ માર્યાના દિવસો,
ને શિક્ષકદિને સૌથી પહેલો ભાગ લીધાના દિવસો....
રિસેસમાં એકબીજાનાં નાસ્તાના ડબ્બા ખાલી કર્યાનાં દિવસો,
ને ક્યારેક દોડપકડ તો ક્યારેક ટપલીદાવની રમઝટનાં દિવસો,
દિવાળી વેકેશન ને ઉનાળુ વેકેશનની રાહ જોવાના દિવસો,
ને સ્કૂલની દુનિયામાં દુનિયાથી બેખબર રહેવાનાં દિવસો,
સ્કુલ મારી હોય કે તમારી પણ અનુભવ બધાના સરખાં જ હોય એ દિવસો,
આ વાંચીને તમને પણ યાદ આવ્યાં હશે તમારી સ્કૂલનાં દિવસો..
સ્કૂલનાં દિવસો ને મજાનાં દિવસો....