તાલીમ
તાલીમ
નામ તો એનું છે પૂર્વસેવા તાલીમ,
પણ મળે બધાને સેવા આપ્યાં બાદ તાલીમ..
છે આમ તો ૬૦ દિવસની તાલીમ,
પરંતુ જેમાં ૬૦ વર્ષ પૂરાં કરવા પડે એવી તાલીમ..
જેમાં એક અઠવાડિયું તો બધાના ઈન્ટરોડકશનમાં જાય,
ને બીજે અઠવાડિયે નમ્બર ની આપલે થાય...
આમ કરતાં કરતાં એક મહિનો પૂરો થાય,
ને ત્યાં બધાં એકબીજાનાં કલોસ ફ્રેન્ડ પણ થાય..એવી અમારી તાલીમ આગળ જાય.
હવે વધે એક મહિનો,
જેમાં ક્યારેક પોળોની ટુરનું આયોજન થાય,
તો ક્યારેક પીઝા નું તો ક્યારેક જસ્સી દે પરાઠેની મહેફીલ થાય..
કલાસમાં 'પાટીદાર' ના ભાગલાં થાય,
તો 'સુરેલી' માટે પડાપડી પ
ણ થાય..
કેટલાંકના યુનિક નામ પડાય,
જેમાં 'મોટું પતલું' ને 53 ને 71 નંબર ફેમસ થાય...
કેટલાંક મિત્રો ડેન્ગ્યુ કે કમળામાં સપડાય,
પણ ફરી પાછાં એકવાર તાલીમમાં જોડાય..
કલાસમા થિયેટરવાળી ફીલિંગ થાય,
ને સ્કૂલની જેમ અમુક સર યાદગાર થાય..
ત્રણ તાળીથી લોકોનું અભિવાદન પણ થાય,
ક્યારેક કલાસમાં એક ઊંઘ પુરી લેવાય..
એમ કરતાં ગણતરીના દિવસો આવી જાય
ને પરિક્ષાનાં મટીરીયલ ની ચિંતા થાય..
હસતાં મસ્તીમાં દિવસો પૂરા થાય,
ને પાછાં લોકો પોતાની દુનિયામાં જવા તૈયાર થાય..
બસ, ફરી મળશું, યાદ કરજો, એવાં વાયદા સાથે મારી તાલીમ પુરી થાય.