STORYMIRROR

Guddu Solucky

Inspirational

3  

Guddu Solucky

Inspirational

જિંદગી સાથે વાત

જિંદગી સાથે વાત

1 min
518


ખબર નથી જિંદગી તું ક્યાં જઈ રહી છે,

જે નથી છૂટતું ત્યાંથી દૂર જઈ રહી છે.


હું પણ જીદે ચડવા માંગુ તારી સાથે આવવાં માટે,

પણ એ પહેલા મારેય ક્યાંક થોભી જાવું છે.


બાળપણને ઓગાળી દઈ મારે 'મેચ્યોર 'થાવું છે,

પછી આ દુનિયાના સામે મેદાને થાવું છે.


બે પડ છે આ દુનિયાના, એના પડને ઉખેડી ભીતરે જાવું છે,

ભીતરની અનોખી દુનિયાના મારે સદસ્ય થાવું છે.


તેમાં ક્યાંક અનંત ભાવથી સમાઈ જાવું છે,

પછી જિંદગી મારે તારી સાથે આવવું છે.


તું જયાં લઇ જાય ત્યાં મલકાઈને આવવું છે,

દુ:ખી દુ:ખી નહીં પણ હોંશે હોંશે આવવું છે,


કર્યા પછીનો અફસોસ છોડી

વર્તમાનને વધાવવું છે.

હે જિંદગી થોડી થોભી જા,

મારે પણ તારી સાથે આવવું છે.


Rate this content
Log in