STORYMIRROR

Guddu Solucky

Inspirational

1.0  

Guddu Solucky

Inspirational

ચાલ ફરી

ચાલ ફરી

1 min
527


ચાલ , ફરી અજનબી બની જઈએ,

પોતાની દુનિયામાં મસ્ત બની જઈએ...


જાણીતા થઈને એકબીજાની 'જાન' બનવાં કરતાં,

અજાણ્યાં થઈને ક્યાંક ભળી જઈએ...

- ચાલ ફરી...


સંવાદથી ધમધમતા સંબંધને 'હોલ્ડ' કરીને,

મૌન થઈને લાગણીઓનું 'હરણ' કરી લઈએ...

- ચાલ ફરી...


આંખના પલકારા સમાન મટકતી યાદોને,

ક્યાંક ખૂણે જઈ 'દફન' કરી લઈએ...

- ચાલ ફરી...


જો નસીબજોગે રૂણાનુબંધ બાકી નીકળે તો,

એને ચૂપચાપ પૂરું કરી લઈએ...

ચાલ, ફરી અજનબી બની જઈએ,

પોતાની દુનિયામાં મસ્ત બની જઈએ...


Rate this content
Log in