"માતૃત્વ"
"માતૃત્વ"
દોસ્ત તું જે કરે છે હું એ જ કરતો,
મને ગમતી વસ્તુને જોઈએ ને લેવાની જીદ પકડતો,
વસ્તુ જો ના મળે તો જોર જોર થી રડતો,
માઁ ના રદયને પીગળાવી મારી જીદ પૂરી કરતો,
નવા કપડા નવું રમકડું એ નવું બેટ જોઈએ,
બધુ એકીસાથે ભેગું કરીને હું તો મેળવતો,
હવે પરિસ્થિતિ જુદી છે,...
હવે વસ્તુ જુદી છે,...
હજી પણ જીદ કરું છું,..
મારી માઁ ને પામવા બધુ આપવા તૈયાર છું,
પણ હવે જીદ પૂરી થતી નથી અને માઁ મારી મળતી નથી.
