STORYMIRROR

HARSHA MAHESHVARI

Fantasy

3  

HARSHA MAHESHVARI

Fantasy

લગ્ન

લગ્ન

1 min
572

એક ગોપી કહે કાનને 

સગપણતો મે કદી'થી કરી લીધા તુજ સંગ,

ચાલ કાના હવે લગ્ન કરીએ,


જોષી પાસે જોષ જોવડાવીએ,

વેવાઇ વેલામા મીઠું મોઢું કરાવી,

તારા અને મારા લગ્નની કંકોત્રી લખાવીએ,

ચાલ કાના હવે લગ્ન કરીએ,


આસોપાલવના તોરણ બંધાવીએ,

ચોકમાં થોડા મોતીડા વેરાવી,

સઘળા આ વ્રજને નોતરું આપીએ,

ચાલ કાના હવે લગ્ન કરીએ,


ગૃહશાંતિ માટે ગણપતિ બોલાવીએ,

આંગણે નાનો મંડપ બંધાવી,

મહેમાનોને ગોળધાણા ખવડાવીએ,

ચાલ કાના હવે લગ્ન કરીએ,


પીઠી અને મહેંદીની રસમ ગોઠવીને,

આપણાં લગ્નના ગીતો ગવડાવીએ,

ઢોલના તાલે રમઝટ બોલાવીએ,

ચાલ કાના હવે લગ્ન કરીએ,


અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરીએ, 

ભવેભવના બંધનમાં બંધાઈએ,

ખરાબ તત્વોને વિદાય આપીને,

ચાલને કાના હવે લગ્ન કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy