STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

લે હવે હાલતો થા !

લે હવે હાલતો થા !

1 min
547

ખૂબ નાચ્યો, ખૂબ ડોલ્યો, લે હવે હાલતો થા !

ચંદ્ર સૂર્ય સાથે તોલ્યો, લે હવે હાલતો થા !


શું બોલ્યો એનું ભાન ન રાખ્યું, બોલ્યે રાખ્યો !

મૂર્ખામીનો ખજાનો ખોલ્યો, લે હવે હાલતો થા !


ઈર્ષા રાખીને તું બીજાનું કામ કરવા ગયો ?

કામ ન થયું હાથ છોલ્યો, લે હવે હાલતો થા !


સ્થળ-સમયનું ભાન રાખી રહે મારા ભાઈ !

હતું તેનું જુદું બોલ્યો, લે હવે હાલતો થા !


‘સાગર’ તારી ત્રેવડ હતી એટલું તો મથ્યો,

સમયને તેં ખૂબ ઠોલ્યો, લે હવે હાલતો થા !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy