STORYMIRROR

Karan Mistry

Classics

3  

Karan Mistry

Classics

લાગણીઓ

લાગણીઓ

1 min
1.0K


જોઈ છે મેં લાગણીઓને નિર્દોષતા સાથે મોટી થતા,

જોઈ છે મેં એ જ લાગણીઓને વરસાદમાં વહી જતા,


તરસતી ભટકતી તો ક્યારેક મહેકતી અને હસતી,

જોઈ છે મેં એ લાગણીઓને વહાલથી હાથ ફેરવતા,


આંખ મિચાતા જ નજરે તરતી અને સપનામાં આવતી,

જોઈ છે મેં એ લાગણીઓને રાતભરનાં ઉજાગરા કરતા,


દિવસ થતા જ ઉભી થઈ ઝંખતી એ ચેહરાને મળવા,

જોઈ છે મેં એ લાગણીઓને એકબીજાથી નજર ફેરવતાં,


સરનામું જો હોય લાગણીઓનું તો હમણાં જ જઈ આવું,

પણ જોઈ છે મેં એ લાગણીઓને આમતેમ ભટકતા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics