લાગણીનો લગાવ
લાગણીનો લગાવ
મધરાતે મધદરિયે મળ્યા હતા મઝધારમાં,
એકબીજાના નયન મળ્યા, દિલ દઈ બેઠા પલવારમાં.
પ્રીતની આવી હેલી મદહોશ થઇ બેઠા એકબીજાના બાહુપાશમાં,
નજરની શરમ મરી અને એક દિલની ધડકન થઈ પ્રેમમાં સરી ગયા.
પ્રેમમાં ગળાડૂબ બની લાગણીનો લગાવ લગાવી બેઠા,
ભવભવ સાથ નિભાવવાના વચને બંધાઈ બેઠા.
પ્રિયતમ સાથે દિલથી દિલસુધી હેતનો લગાવ છે,
જિંદગી એક સાથે વિતાવવાનો અમારો ખ્યાલ છે.
અભાવમાં પણ પ્રભાવ પાડી જિંદગી વિતાવવી લઈશું,
સ્નેહ અને લાગણીના લગાવે નવી દુનિયા વસાવી લઈશું.
પ્રીતની રાહમાં અનેક મુશ્કેલીઓ અને વિયોગ થાય છે,
પ્રેમીપંખીડાઓ દુનિયામાં વિરહમાં સરેઆમ બળે છે.