લાગણીના ફૂલ
લાગણીના ફૂલ


લાગણીના ભાવભર્યા ભાવથી જ સંબંધો મહેંકે છે,
લાગણીની ભાવનાના ફૂલથી જ જીવન બાગ મહેંકે છે.
સુગંધ વિના પુષ્પની કોઈ કિંમત નથી,
પુષ્પ વિના બાગની કોઈ કિંમત નથી.
હોય ભલે લાખ વૈભવ પણ,
સંતોષી જીવન અને સારા કર્મો વિના જીવનની કોઈ કિંમત નથી.
અને લાગણીઓના સંબંધો વગર કોઈ જીવન નથી,
સમજે તો સુખ છે ના સમજે તો દુઃખ અપાર છે.