લાગણી
લાગણી


પથ્થર જેવી લાગણી ઓગળવા લાગી,
કાયમ એ ક્યાંક ને ક્યાંક અથડાવા લાગી,
આગ લાગે તો હું બુઝાવી શકું પાણીથી,
દિલની આગ તો દિલમાં બુઝાવા લાગી,
તમારી ચાહતનો હું હજુ પણ દેવાદાર છું,
વ્યાજની રમત એ મને રમાડવા લાગી,
પૂછું છું તમને જો આપી શકો જવાબ,
પ્રેમની એ વાતો હવે કેમ ભૂલાવા લાગી?
જાણું છું તમે ક્યારેય પાછા ફરશો નહીં,
છતાં જૂઓ આંખો તો રાહ જોવા લાગી.