STORYMIRROR

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

3  

RASIKBHAI PARMAR

Fantasy Inspirational

લાભે ઝાકળ

લાભે ઝાકળ

1 min
114

આગળ આગળ દોડ્યે દોડ્યે, કહી કહીને થાક્યો મૉરે,

જો જરા, આ લે, આવ્યું આગે !

ક્યાંય કશું ના લાગ્યું લાભે !

ઝાકળ હતું, ભાઈ ઝાકળ હતું.


વહેલો ઊઠ્યો, મોડે સૂતો, દિન ભરીને મહેનત કીધી,

ખોબે ખોબે સપનાં સાધ્યા !

તોય, કશું ના લાગ્યું લાભે !

ઝાકળ હતું, ભાઈ ઝાકળ હતું.


ભાન વિનાનો, સાન વિનાનો, ભાવ માટે, શાન માટે,

લળી કે, લઢી, ને સંબંધ માટે !

જોયું, કશું ના લાગ્યું લાભે !

ઝાકળ હતું, ભાઈ ઝાકળ હતું.


ઓ મન મનવા, કસ્તુરી ત્યાં ! ભીતર છે, તો,

જા, ઉતર ઊંડો, અંતરમાં આગે !

ભલે, કશું ના લાગ્યું લાભે !

ઝાકળ હતું, ભાઈ ઝાકળ હતું.


આકળવિકળ, આતુરવ્યાકુળ, એમાંથી તું બારો નીકળ,

એજ તો ઉદ્દીપક છે, જે જાગે !

જ્ઞાન, કર્મો સૌના ! લાગે છે લાભે !

ઝાકળ હતું, ભાઈ ઝાકળ હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy