..ક્યાં સુધી હેં?
..ક્યાં સુધી હેં?
ઘા રુજાતાં જે નથી, પંપાળવાના ક્યાં સુધી હેં?
જિંદગીનાં આ પ્રહારો ખાળવાનાં ક્યાં સુધી હેં?
આંખ સામેનાં નજારા સાવ જુદા લાગવાનાં,
ભેળસેળિયાં આ દ્રશ્યો ગાળવાનાં ક્યાં સુધી હેં?
ટુકડાઓમાં વહેંચાઈ ગયું,
અસ્તિત્વ તારું,
નિત્ય આકારો નવા આ ઢાળવાનાં ક્યાં સુધી હેં?
પીંજરું કોનાં થકી આબાદ છે કોઈ કહેશે?
એકધારા આમ શ્વાસો પાળવાનાં કયાં સુધી હેં?
આશ્વશ્ત હું તો હતો તારાં પ્રતિ ખુદા પરંતુ,
વિરુદ્ધમાં છે પુરાવાં ટાળવાનાં ક્યાં સુધી હેં?
