કવિતા લખું
કવિતા લખું
કવિતામાં તને લખું ?
કે તારામાં કવિતા લખું ?
જે પણ લખું,
એમાં તને જ લખું ને તારા વિશે જ લખું.
પછી શું, ફેર પડે ખરો ?
કે કવિતામાં તને લખું,
કે તારામાં કવિતા લખું ?
તારા વિશે લખી લખીને પણ કેટલું લખું ?
તું કવિ છે એટલે તારા પર કવિતા લખું ?
કે મારી કવિતા તારાથી છે એટલે લખું ?
તું 'તુ' જ છે,
એટલે વિચાર આવી જાય છે,
કે,કવિતામાં તને લખું ?
કે તારામાં કવિતા લખું ?
