કઠિયારા નું હદય પરિવર્તન.
કઠિયારા નું હદય પરિવર્તન.
જંગલનો નકશો લઈ
વધારે લાકડાની લાલચ માં
કઠિયારો જંગલમાં પહોંચ્યો
હાથમાં કુહાડી જોઈ
પંખીઓને પડ્યો ધ્રાસકો
શું થશે હવે ?
બધા ચિંતામાં પડ્યા
આપણાં માળાનું શું ?
આપણાં બચ્ચાઓનું શું ?
ચકલીની આંખમાંથી
એક આંસુનું ટીપુ કઠિયારા પર પડ્યું
સમજી ગયો એ વેદના
મૂકી કુહાડી પંખીના રક્ષણ માટે
જીમ્મેદારીનું મનોમન નક્કી કરી
ઘર તરફ પ્રયાણ કર્યું
વાવ્યા ઝાડ
ઘરે પંખી માટે પાણીના કુંડા મૂક્યા
ચણ નાખવાનું શરૂ કર્યું
પંખીઓબેઠા ખભે આવી મિત્રો બન્યા
હૈયે અદભુત સૂકુન મળ્યો
જાણે ! લાગ્યું ઈશ્વર પણ છે રાજી
અંત સમયે તેણે પલટાવી બાજી
કઠિયારાના હૈયે દયા આપી જાજી
પંખીઓ બધા મુક્ત મને આકાશે ઉડ્યા
થતાં રાજી રાજી