STORYMIRROR

Ritvi Buch

Abstract

5.0  

Ritvi Buch

Abstract

કૃષ્ણના આશ્રેય

કૃષ્ણના આશ્રેય

1 min
13.7K


આવ અને પકડ મારો હાથ,
અહીં ભીડ ભારી છે
કંઈ થાઈ તો હવે કૃષ્ણ તારી જવાબદારી છે.

હું તો એકલી અટુલી
આવી ગઈ આ જગતમાં
સમજણ આપવાની જવાબદારી તારી છે.

ભક્તિ અને સત્કર્મ કરતા
પૂરું થાય મારું આ જીવન
છેવટ પોહોંચાડવાની જવાબદારી તારી છે.

ના કરું ધ્રોહ કોઈનો
ના કરું કટુવચન
સારી વાણી અને સ્વચ્છ મન
આપવાની જવાબદારી તારી છે

કૃષ્ણ, ઘણી આપી જવાબદારી તને
હવે ઘણો શ્રેય આપું તને
જે હાથે લખું છું.

તેની જવાબદારી આપી'તી તને
જે મન એ વિચાર કર્યો;
એ વિચારધારાની જવાબદારી આપી'તી તને,
રહેજે સંગે અને તને સંગ રાખવાની જવાબદારી મારી છે...


Rate this content
Log in

Similar gujarati poem from Abstract