STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Tragedy

3  

Mahendra Pandya 'નાદ'

Tragedy

કૃષ્ણાશ્રય

કૃષ્ણાશ્રય

1 min
120

પ્રિય સખી યાગ્નસેની સંવાદ


તારા પીંછે નાચે કલગી પૂરી સોળ,

સખા ! ઓલ્યુ એક પીંછું તો આપ.


માથે ઝૂલે યાદ કળાયેલ આખો મોર,

સખી રે..! એ એક પીંછાના શું મોલ !


તારી વાંસળીની પાસે સપ્તસૂર બોલ, સખા ! સંગીતનો એક સૂર તો આપ,


પરમ ચૈતન્યના અંતરનાદનો તું ઘોર

સખી રે ! એ પૂરી સરગમના શું મોલ !


તૂં તો ભવભવની પૂરણ કરતો ભૂખ, સખા, તૃપ્ત થવાનો એક કણ તો આપ 

યજ્ઞસેની સબળા હૂં, ને તારૂં અક્ષયપાત્ર સખી રે.! એવા એક અક્ષતના શું મોલ !


હે કેશવ..! હે કેશવ..! ..ઊંડા આર્તનાદે સખા..! છેલ્લું એક મોં ઢાંકણું તો આપ.

એ ઘરચોળાના લેણા એક એક તાંતણે સખી રે ! એ સવાલક્ષ ચિરના શું મોલ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy