STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

કરામત

કરામત

1 min
166

ક્યાંથી આવ્યા અને ક્યાં જશું ? ક્યાંય કોઈ કરી શક્યું પુરવાર છે ?

આ સમગ્ર સૃષ્ટિ, આમ જોવા જઈએ તો કુદરતની કરામતનો ચિતાર છે,


ક્યાં બળાબળથી સધાય છે આ સમગ્ર બ્રહ્માંડમાં સંતુલન ?

આ અલૌકિક સંતુલન કરે કુદરતી કરામતને પુરવાર છે,


જીવમાંથી સર્જે જીવ અને પ્રાણ નીકળી જાય એટલે નિર્જીવ

આ કુદરતની કરામત કોઈની પણ સમજની બહાર છે,


હજારો પક્ષીઓ એકસાથે ઊડતા હોય છે આસમાનમાં

નથી ટકરાતા ક્યારેય, કુદરતી કરામતનું કરાવે દિદાર છે,


વસંતથી પાનખર અને પાનખરથી વસંતનું આ ચક્કર ચાલે કેવું ?

દરેક ચક્કરની પાછળ, કુદરતની કરામતનું ચક્કર સદાબહાર છે,


નથી સમજી શકતા આપણે દરેક વસ્તુને તાર્કિક રીતે

દરેક સમજથી પર, કુદરતની કરામતનું કરવું પડે સ્વીકાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract