કરામત સર્જનહારની
કરામત સર્જનહારની
કેવી અનોખી કરામત સર્જનહારની,
તારા સમુ હાસ્ય બીજે ક્યાંય જડતું નથી,
ખોબા જેવડી લાગેલી તૃષ્ણા,
દરિયો આખો ખૂંદીને પણ શાંત થતી નથી,
કરામત ગજબ હતી તારા સંગાથની,
ભરેલી મહેફિલમાં પણ એકાંતની લાગણી મરતી નથી,
બધી છે બસ તારી હાજરીની અદાવત,
તારા રવાના થવા પર પણ ઘટતી નથી,
પરખાયેલો હોવા છતાં નજીક નથી તું,
આકંઠ ચાહત કેમ હજી ઊતરતી નથી,
કેવી ગજબ કરામત છે કુદરતની પણ,
તારા વિના જીવવા અશક્ય છે કહેનાર આજે ક્યાંય જડતો નથી.

