કપટી કાગડાને છેતરે મીઠડી કોયલ
કપટી કાગડાને છેતરે મીઠડી કોયલ


હે.. જી..
કપટ વધ્યા હવે સંસારમાં જુઓ કાગડાઓ તણી થઈ ઝાઝી ભરમાર
એવા કાગને છેતરે મીઠડી કોયલડી, મીઠાબોલાથી ઝાઝું નુકશાન.
જો ને....
સ્નેહ સૂકાયો જગતમાં સ્વાર્થી માનવ કરે છે આજે કપટ ઘણાં
પીઠ પાછળ છૂરો ભોંકે ઘણાં, માનવતાને મારી કરે ઝાઝાં પાપ.
હે..જી..
કપટ કરી ધન ભેળું કરે, ધનનાં ઢગલા જોતો ઈ લોભી મરી જાય
મર્યા પછી પણ છૂટે ન મોહ ધનનો, ઈ તો નાગ બની ભટકતો થાય.
જો..ને.
છેતરીએ કોઈને કપટથી, મહાપાપના પોટલાં જીવનમાં બંધાય
આ દગા કિસીકા સગા નહીં, ખુદને પણ કોઈ છેતરી જાય.
હે.. જી..
કપટ છોડીને સ્નેહ સ્વીકારો તો હૈયે ઝાઝો આનંદ છલકે સદાય
કાગડા રહે ગંદકી ખોતરતા સદા, ઓલા હંસલા ચારો મોતી ખાય.