કોરોનાથી
કોરોનાથી
ધરાએ ઓચિંતો, સમય ભરડો દે વિલન શો,
વિઝાયો વ્યથા વા, લપક લપતો - દુઃખ ભરતો,
ઉડાડે તોપે એ,જીવન પળ, મ્હીં થાય ભસ્મ સૌ,
સમેટી લીલાં - સાગર ભવર, મ્હીં સર્વ ડુબતાં,
રસ્તા સૌ ઘોઘાટે, જ હણહણતાં,ઉજ્જડ થયાં,
વહ્યાં ખૂણેખૂણા, વિરહ ભરતાં - વ્હાલપ ખરી,
વહેતી જે શોભા, સતત સરતી જીવન તણી,
શુ થંભી છે સર્વે?,અવિરત જ,જ્યાં શ્વાસ ગળતી,
સમોની ડોલે નાગણ લક્ષ ધરી - બાન કરતાં,
તમાસા જાણે મોત જ - બજણ દોરે લટકતાં,
ઠરે શ્વાસો ભીનાં, દગ ફફડતા - ગ્લાન થઇ જે,
સરી ભૂંડો દેતો, તડ - ફડ પછાડો સકળને,
જગે કોરોનાથી, ક્ષત - અક્ષત, બાકી નવ રહ્યું,
દયા દો પ્રભો ! હા, જગ સકળ, માંહી જીવ ધરી..!
