Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza lafz

Tragedy Others

3  

Shaimee Oza lafz

Tragedy Others

કોઈ અર્થ નથી

કોઈ અર્થ નથી

1 min
161


કોઈ અર્થ નથી...

ચાહવાનો કોઈ હક નથી

દૂરથી તમને જોયા કરું,

નજીક આવવાનો કોઈ મતલબ નથી.

યાદમાં તમને પામ્યાં કરું,

હકીકતમાં પામવાનો કોઈ અર્થ નથી,


તમે ચાલ્યા ગયા,મને મૂકી,

વિરહે રડવાનો કોઈ અર્થ નથી.

પ્રેમ સંબંધ હતા મજાના,

હવે આંસુ વહાવાનો અર્થ નથી.


નસીબનું જોર હશે જેને તમે મળ્યા,

હાથની રેખાને કોસવાનો કોઈ મતલબ નથી.

હું રાહ જોઈશ તમારી અંતિમ સફર સુધી,

તમે આગળ વધી ગયા હશો જિંદગીમાં,

સંજોગો ને વાગોળી દુઃખી થવાનો કોઈ અર્થ નથી.


દિલની લાગણી છલકાય છે,દરિયાસમી,

કદાચ તમે ન સમજી શકો તેને,

કલમને વ્યર્થમાં ઘસવાનો કોઈ અર્થ નથી.


તમે ભલે જીત્યા હોય આ લડતમાં,

મારી હાર સામે તમારી જીત દમહીન છે,

આવા એકતરફી યુદ્ધનો કોઈ અર્થ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy