Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

1  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

ચૈત્રી નવરાત્રી

ચૈત્રી નવરાત્રી

1 min
8


ચૈત્રી એકમથી નવમી રાત્રી જે ગુપ્ત નવરાત્રી જણાય,

તેનો મહિમા છે મોટો,

ભક્તિ પંથે ચાલનારા જીવડા અમે ન મોહ ન માયા અમે તો શક્તિ સ્વરૂપિણી નવદુર્ગાના દિવાના પારણાં કરીએ અંતરમનથી.

નવદુર્ગાની નવશક્તિની વંદના કરવાનો અવસર...

એ જ ભક્તિ મનોરથ આ લાહ્વો એમ કેમ વિસરાય...

આ જ સફર સ્ત્રીઓની હોય છે,નવ અવસ્થા કોઇ વાર બનાય શક્તિ સ્વરૂપા,તો કોઈવાર અન્નપૂર્ણા તો કોઈવાર મહિષાસુર ઘાતીનિ,તો કોઈ વાર વિદ્યા આપતી માં શારદા બની જાય,તો કોઈવાર મનમોહક રંભા બની જાય તો કોઈવાર પુરુષનુ હ્રદય જેની સતત કામના કરતુ હોય એવી કામિની તો કોઈ વાર વામાંગી બની જાય,આ તો ઘટનાક્રમ મૂજબ અભિનય કરવાની જન્મજાત મળેલી ભેટ છે.આ નવરાત્રીના વ્રત હૈયાને ભાવી ગયાં છે.

સૌ ભક્તો તમને માડી ભોગ ધરાવશે,હું આપને પોતાની જાત સોપી હળવી ફૂલ જાઈશ,પાપો,વિકારો, માનસિક વિકૃતિ બાળી માં સુધારી સદમાર્ગે વાળજો આ જ અરજ છે તમારા ચરણે કદીય મેલા વિચારો ન આવે ન કોઈનુ પડાવી કે પચાવવાની વિકૃતતા માનસને નવ સ્પર્શે ન છેતરવાની હલકી દાનત નવજન્મે મને જય જય નવદુર્ગા જગપાલિકા,મોક્ષદાયિની મહામાયા,એવી માયા લગાડી કે સંસાર નિરસ લાગે,દસ મહાવિદ્યાની દાત્રી શત્રુ ઘાતિનિ માતા ભવસાગર પાર કરાવી દો,ભવસાગર પાર કરી મોક્ષની ચાહત છે,શુ આટલી મંજૂર નહીં કરો માતા,પિતા શિવના શક્તિ આપના આશીર્વાદથી તો મારી ચડતી ને પ્રગતિ છે...

સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાર્થિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતૈ!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational