Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance

1  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance

પહેલા વરસાદનું સ્વાગત

પહેલા વરસાદનું સ્વાગત

1 min
33


પહેલો વરસાદ સૌ માટે યાદગાર હોય છે,

બાળકોથી લઈ ઘરડાંને પણ આનંદ આપે છે.ખેડૂતોને મન આ મહેનતની મૌસમ હોય છે.

પ્રેમમાં રંગાયેલા પ્રેમીઓની તો આ ખાસ મૌસમ કહે છે.વરસાદની ઋતુ ઠંડક તો આપે છે,

તો કોઈને વિરહમાં તડપાવે છે...તે લાગણીઓને આપ સમક્ષ જોઈએ.


એ મેહુલા મન મૂકી વરસ,

તારી સાથે સેલ્ફી ખેંચી,

દિલરુપી કેમેરામાં કેદ કરવું છે,

આ યાદો હૈયે અકબંધ રહે એ માટે દિલરુપી મેમરીકાર્ડમાં સ્ક્રીનશોર્ટ લેવો છે,


એક સમય હતો પહેલાં વરસાદે આપણે મળેલા,

હૈયા વિરહની અગ્નિ એ દાઝેલા....


આમને આમ યાત્રા શરૂ થયેલી,

આ યાત્રા હૈયે અકબંધ રાખવી છે,


કોઈ મીઠી તો કોઈ કડવી યાદ દિલમાં સળવળે છે,

એની સાક્ષી તું રહ્યો છે


કેટલાક મીઠા ઉજાગરા,

તો કેટલીક કડવી વાતો ને યાદ કરી રડતાં રડતાં

રાતોની રાત વિતાવી છે...


ક્યારે આવો છો,

કહેતા જાજો,

ફરી મળીએ ન મળીએ એ દૈવી સંજોગ છે,


ક્યારે સામે ધકો તો નજરોથી નજરો 

ન મેળવો કંઈ નહીં ઓળખાણ જરૂર રાખજો...


આ પ્રેમ સફર એમ થોડી શરૂ થાય છે,

કોઈવાર થયેલી તકરાર તો આ વરસાદ ભુલાવી સાઠ વર્ષના વડીલને યુવાનીની યાદ અપાવે,

તો યુવાનમાં યુવાનીના બીજ રોપે,


પ્રેમીઓને આનંદની અનુભુતિ અપાવે ને ખેડૂતોને રોજી રોટી પુરી પાડે,


પાણીની જરૂરિયાત પુરી પાડે,

દરેક જીવની આધારશીલા તું છો,


એ મેહુલા તુ વરસે તો મન મૂકી વરસજે,

તારી જોડે મારે બાળક બની રમવું છે,

તો કેટલાંક સવાલો સંવાદોરુપે રચવા છે,

મારો સંદેશ વિધાતાને મોકલજે કોઈને મેળવી,

આદત પાડીને આમ વિયોગ આપવાનું કારણ જણાવો,

કોઈનું ભાગ્ય લખતી વખતે કલમ બગડે છે કે સાહી ખૂટે છે આપની આ સમજ બહારની વાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance