કલ્પનાના તરંગો
કલ્પનાના તરંગો
તરંગો ઉમળકા ભર્યા કરે કલ્પનામાં,
ખોવાઈ જાઉં કલ્પનાના એ તરંગોમાં,
ભલે બનું નાનો સરખો દીપ સફરમાં,
દીપ બની પ્રકાશ ફેલાવું એની ચારેકોર,
રહી ધરા પર આકાશને આંબવું છે,
ઉચ્ચ વિચારથી મંગળની ધરા પર પગ મૂકવો છે,
જ્ઞાન કેરા પ્રકાશથી ઉજ્જવળ થવું છે,
કલ્પનાની એ સફરને હકીકત બનાવવી છે,
હતી કલ્પના અંતરિક્ષના ભ્રમણની,
અંતરમાં પણ ભ્રમણ કરે જ્ઞાન કેરો તેજ બની.
