Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Children Others

3  

Bhavna Bhatt

Children Others

કકકો

કકકો

1 min
2.8K


ક કહેતા કમર કસીયે.

ખ કહેતા ખેલદિલી રાખીએ.

ગ કહેતા ગમ ખઈએ.

ઘ કહેતા ઘરનાને સાથ આપીએ.

ચ કહેતા ચિંતન કરીએ.

છ કહેતા છકી ના જઈએ.

જ કહેતા જન્મ સફળ કરીએ.

ઝ કહેતા ઝઘડો ના કરીએ.

ટ કહેતા ટાળી ના દઈએ.

ઠ કહેતા ઠોકર ના મારીએ.

ડ કહેતા ડરી ના જઈએ.

ઢ કહેતા ઢળી ના જઈએ.

ણ કહેતા અણી ના ચુકીએ.

ત કહેતા તોર ના કરીએ.

થ કહેતા થોભી જઈએ.

દ કહેતા દાદાગીરી ના કરીએ.

ધ કહેતા ધનનુ અભિમાન ના કરીએ.

ન કહેતા ના પાડતા શીખીએ.

પ કહેતા પુજા કરીએ.

ફ કહેતા ફફડી ના જઈએ.

બ કહેતા બિમારીથી બચીએ.

ભ કહેતા ભાવનામય રહીએ.

મ કહેતા મજામાં રહીએ.

ય કહેતા યાદ કરીએ.

ર કહેતા રામ રામ જપીએ.

લ કહેતા લખતા રહીએ.

વ કહેતા વાંચતા રહીએ.

શ કહેતા શરમ ભરીએ.

ષ કહેતા ષડયંત્ર ના રચીયે.

સ કહેતા સરગમ સાંભળીએ.

હ કહેતા હસતા રહીએ.

ળ કહેતા હળવા રહીએ.

ક્ષ કહેતા ક્ષમા આપીએ.

જ્ઞ કહેતા જ્ઞાન વહેંચીયે.


Rate this content
Log in

Similar gujarati poem from Children