કિસ્મત
કિસ્મત
શાહી ભરેલી છે કલમની
પણ હાથ બાંધ્યા છે સંબંધથી,
લખું તને શું કિસ્મત પાનામાં
કાટ લાગ્યો છે દિલના દરવાજામાં,
કોતરી નાંખી મારી પાંખો
હવે પાંજરામાંથી બહાર કાઢે છે !
ને કહે કે ઊડી લેજે આઝાદી,
વીંધી નાંખી દરેક પીંછાને તીરથી
પોતાના પીંછા પછી ઓઢાળે છે !
સહાનુભૂતિ ભભૂતી આપે છે કોઈ
તારી ચાહતનો દરવાજો બંધ થઈ ગયો
ને જિંદગીમાંથી રસ જ જાણે સૂકાઈ ગયો !
જીવવા ખાતર જીવું છું એક કળીને ખીલવવા
છોડને ઉછેરવાનો જ બસ રસ રહી ગયો !
એક ખુશીની કિંમત લાખો ડામમાં દબાઈ ગઈ
દાઝી ગયેલા દેહમાં નિશાની તારી જ રહી ગઈ,
ટેરવા અડે છે રોજ દાઝી ગયેલા ડામને,
અંતર રોમે- રોમમાં રહી ગયું !
