એ કમાલ નો ઝરૂખો
એ કમાલ નો ઝરૂખો
બેઠો જઈ ઝરૂખે યાદ અપાવી ઘણી
આંસુ આવ્યાં હતા અહીં બેસી અમને
જયારે તમે છોડી ગયા મને આમ..
આપ્યું સ્થાન તમારા જીવનમાં
અને આપ્યું સ્થાન તમારા દિલમાં,
ગયા શું તમે જીવનમાંથી આમ
રૂઠી ગઈ મારી જિંદગી આમ,
વિશ્વાસ અપાવી વિશ્વાસઘાત કરી ગયા
જેમ મજધાર લાવી ડૂબોવી દીધા,
જે ઝરૂખે બેસી આપણાં જોયા હતાં
એજ ઝરૂખે બેસી યાદ તમારી આવી રહી છે,
તમે છૂટી ગયા આ ઝરૂખાથી હવે
પણ મારો મનનો ઝરૂખો સૂનો રહી ગયો.
