STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

ખુશીઓનું કોઈ સરનામું નથી

ખુશીઓનું કોઈ સરનામું નથી

1 min
636

આ ઉત્સવનું ક્યાં કોઈ સ્થૂળ સરનામું હોય છે,

હૈયાથી હૈયું મળે ને અનેરો ઉત્સવ ઉજવાય છે,


આ વસંત પાસે ક્યાં બાગનું સરનામું હોય છે,

આ વસંતનાં પગલે બહાર ખીલે અને પ્રકૃતિમાં અનેરો ઉત્સવ ઉજવાય છે,


સાગરનું ક્યાં કોઈ પ્લાનિંગ હોય છે 

બસ મળે સરિતા ને અનોખો ઉત્સવ ઉજવાય છે,


આ ફૂલ માટે ભમરો ક્યાં કોઈ હીરા જડિત વીંટી લાવે છે,

પણ ફૂલ ભમરાનો પ્રણય જ બાગે અનેરો ઉત્સવ લાવે છે,


ખુશીઓનું ક્યાં કોઈ સ્થૂળ સરનામું હોય છે,

હીરા મોતી ઝવેરાત પણ હૃદયને ખુશ નથી કરી શકતા,

આ ચપટી પ્રેમમાં હૈયે હેત ઉભરાય છે,


મોંઘા દાટ મોલ કે સિનેમા કે પછી ફાઇવ સ્ટાર હોટેલ સ્ત્રીને ખુશ નથી કરી શકતા,


હૂંફ, પ્રેમ, સહકાર માન, સન્માન મળે તો,

ઝૂંપડીમાં પણ અનેરો ઉત્સવ ઉજવાય છે,


ખુશીઓનું ક્યાં કોઈ સ્થૂળ સરનામું હોય છે,

બસ એ તો પ્રેમ મળે ત્યાં ઓચિંતી જ આવી ચડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy