ખુમારી
ખુમારી
અસંખ્ય વાર કર્યા એમણે
પણ, હું તો ઘાને જીરવી ગયો,
વહેતું’તું લોહી ને જખ્મો હતા ઘણા
પણ, હું તો પીડાને જીરવી ગયો,
એમણે કરવા’તા જખ્મો તાજા,
પણ, હું તો વાતને ફેરવી ગયો,
લાખ મોલના મનુષ્યો છે જગમાં,
પણ, હું તો પાંખડીઓમાં ભેરવી ગયો,
હતા ઝેરનો કટોરો ધરવાની પેરવીમાં
પણ, હું તો અમૃતને સેરવી ગયો,
કહેતાં’તા જિંદગી દુઃખોથી ભરી દઈશું તારી,
પણ, હું તો કષ્ટોને ખુશીમાં ફેરવી ગયો,
ભીસાયા હોઠ એમના જાણ્યું જયારે
“પ્રશાંત” તો આબાદ ઉગરી ગયો.
