ખોવાયો ઇન્સાન
ખોવાયો ઇન્સાન
ચાર રસ્તે ઊભી ગાડી, હતો ગણતંત્રદિને,
બારીએ ડોકાયો એક, કોઈનો વ્હાલુડો લાલ,
ઘણા ધ્વજ ધરી હાથમાં, હતું આંખોમાં ગુમાન
બાળમજૂરી થકી શાને ઉજવો ગણતંત્રદિન !
પુસ્તકોમાં હોય ભલે, તિરંગો ભારતની શાન,
આ બાળક માટે તો એ છે જીવનાધાર સમાન,
ખોલી બારી, ખુશીથી ખરીદ્યાં ધ્વજ તમામ
ચહેરો એનો ખીલી ઊઠ્યો આંખ મહીં મુસ્કાન,
ભણીએ, ભણાવીએ, ઉજવીએ ભારતની શાન,
ઉજવણીમાં મસ્ત રહેતાં ખોવાયો ઇન્સાન !
