STORYMIRROR

Dr.Milind Tapodhan

Thriller

3  

Dr.Milind Tapodhan

Thriller

ખોવાયા છે કલાના કીમિયાગર

ખોવાયા છે કલાના કીમિયાગર

1 min
335

શીખી રહ્યો છે એક "કવિ" કોમ્પ્યુટરનું કોડિંગ,

શું રચાશે ગઝલ અને હાયકૂ 0,1ની ભાષામાં...


વાંચી રહી છે "ચિત્રકાર" હજાર કાયદા અને કલમો,

શું તે કલમ પણ પૂરશે રંગ ખાલી કેનવાસમાં...


શોધી રહ્યો છે એક "છબીકાર" સરકારી નોકરી,

શું મળશે તેને "વન્યજીવ" તે જ "9 થી 5"માં...


જીવી રહ્યો છે "સંગીતકાર" એક ડૉક્ટરની જીંદગી,

શું મેળવી શકશે સૂર તે હૃદયનાં ધબકારમાં...


કરી રહ્યો છે માર્કેટિંગ એક નવયુવાન "લેખક",

શું મળશે "પટકથા" મંથલી અને ડેઇલી ટાર્ગેટમાં...


રિટાયર્ડ થઇને કરીશું અમે, જે છે મનની ઈચ્છા,

શું જીવતાં હશો તમે કફનની આટલી સમીપમાં...


માન્યું છે ઘણી જવાબદારી સાથે પ્રિયજનોની અપેક્ષા,

બસ કલાનો જીવ મારતાં નહીં ખુદ એક કલાકારમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller