ખીજડો
ખીજડો
1 min
11.9K
ભૂતની જો વાત તો ખીજડો એનું આવાસ
ઉનાળે લીલો ઘેઘુર બિન ફેલાવ્યે સુવાસ
ધફ આરબ દેશે રાષ્ટ્રીય વૃક્ષ સુ-સ્થાપિત
છાલ ભૂખરી ફાટેલી ખરબચડી ને શાપિત
પાંડવ શસ્ત્ર શમી આપ્યો આશરો વનવાસ
અલ્પ જલમાં જલસા કરી રણમાં કરે વાસ
મારવાડ તેલંગણા સન્માનિત રાજ્યનું વૃક્ષ
દશેરા પૂજન થતું ભલે ઉપરથી લાગતું રુક્ષ
કાંડીના ફૂલ મીંઝર ફળ સાંગરી પશુ ચારો
સુમરી પર્ણ જોડીમાં ગોઠવી રહે ભાઈચારો
ઝાડ આપતું છાંયડો જામોકામી જાંટનું મૂળ
ઝાંક ઝીલતું જળ મહીં ખેજડી ખેડ કામે હળ
ભૂતની જો વાત તો ખીજડો એનું આવાસ
પશુ પંખીને રણમાં વગર ભાડાનું નિવાસ
