શબને શણગારો
શબને શણગારો


વેળને વીરા હવે શણગારો,
શબને સંકોરો.........
અબીલ ગુલાલને અત્તર છંટાવો,
સાત સાત નદીનાં નીર મંગાવો,
હલકે, હલકે નવડાવો વિલંબ ન કરો,
વેળને વીરા હવે, શણગારો,
શબને સંકોરો................
રુદન, આક્રંદનેે વિરામ અપાવો,
રથ મંગાવો શબને સંકોરો,
ઓઢાડી પિયરની ચુંદડી એને,
પ્રભુતામાં પગલાં મંડાવો,
મંત્રોચ્ચાર કરી,એને કાંધે ચડાવો,
વેળને વીરા હવે, શણગારો,
શબને સંકોરો..........
વિદાય વહાલથી, વીરા અપાવો,
એની સ્મૃતિની છબીઓ,
રુદિયામાં સજાવો,
એને પહેરવા શ્વેત શ્વાસો,
શબને સંકોરો....
વેળને વીરા હવે, શણગારો,
શબને સંકોરો.