માં
માં
1 min
12K
વેઠી વેદના પ્રસવ કેરી,
મુજને જન્મ આપ્યો.
રગમાં વહે તુજ રક્ત,
ભૂલ્યો એ સગાઈ.
ભમાવ્યો મુજ ભાર્યાએ,
મૂકી આવ્યો વૃધ્ધાશ્રમે.
જરૂર પડી રક્ત કેરી,
યાદ આવી માવડીની.
ભૂલી સઘળું દોડી આવી,
વહાવ્યું રક્ત મુજમાં.
નવજીવન આપ્યું મુજને,
ચાલી નીકળી ફરીથી,
વૃદ્ધાશ્રમ દ્વારે.
કયે મોંઢે માફી માગું ?