જલકણ
જલકણ
જલકણ મળતા બનતી ધારા, ધારા વહેતું ઝરણું,
ઝરણે ઝરણે નીકળતી નદીઓ, બનતું જીવનપીણું.
સભ્યતા બની, સદીઓ વહી, સાથે વહ્યાં નીર.
દેવો - વીરો - સંતો થયા, થયા પીર - ફકીર.
સમય સાથે માનવ વધ્યા, વધી જરૂરિયાતો,
જરૂર પૂરી કરવા વધાર્યો, પાણી સાથે નાતો.
પાણી છે મર્યાદિત, પણ જનમેદની વધતી જાય છે,
સંતોષવા બધી જરૂરિયાતો, રોજ ઘણું પાણી જાય છે.
જો ન સંભાળ્યું પાણીને, સમય રહેતા ઓ માણસો,
તો યાદ રાખજો તમારું પતન સગી આંખોથી ભાળશો.