STORYMIRROR

urvashi trivedi

Inspirational Thriller

3  

urvashi trivedi

Inspirational Thriller

દાખલો

દાખલો

1 min
25

જિંદગીનો દાખલો માંડીએ ત્યારે સમજાય

આ તો ઉંમરનો સરવાળો થાય છે,


ને જિંદગીની બાદબાકી થાય છે.

મિત્રતાના દાખલા માંડીએ ત્યારે

તેમાં રહેલી તેની ગહેરાઈ જોવાય છે,


બાકી સંબંધોના દાખલાઓમાં તો

વ્યક્તિના ખિસ્સાની ઊંડાઈ પ્રમાણે

સરવાળા -બાદબાકી થાય છે.


જિંદગીમાં કાટખૂણાનાં દાખલામાં

ધીમે ધીમે ખૂણાઓનો વ્યાપ વધતો જાય છે,


નેવું ડિગ્રીના ખૂણે જિંદગી ટટ્ટાર થાય છે

પછી તો વ્યાપ એટલો વધતો જાય છે

કે જિંદગી લાંબી થઈને સૂઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational