લોકશાહીના લવારા
લોકશાહીના લવારા


લડાવો હજુ લાડ લોકશાહી ના
ભણાવો હજુ પાઠ લાપરવાહી ના
લડવું છે ખરું પણ ફક્ત હક્ક માટે
ચક્કાજામ કરીને તેમજ અદાલતો વાટે
ભલે આવે કોરોના કે પછી આભ ફાટે
નહિ જ ચાલુ હું મારી ફરજ ના પાટે
અધિકાર છે મને છૂટ થી ફરવાનો
થૂંકી થૂંકી ને બગાડવાનો, રોગ ફેલાવવાનો
કરચોરી કરીને પછી ‘મંદી મંદી’ કરવાનો
પેટ્રોલ-પાણી વેડફીને ‘ગરમી ગરમી’ કરવાનો
શું કરીશ હું કર્તવ્યના ઉપદેશ સાંભળીને
કે પછી ગીતાના જટિલ સંદેશ જાણી ને
કમાઈ લઈશ પુણ્ય ગૌશાળા ને દાન કરીને
કે પછી કાળા નાણાંમાંથી ધર્માદાનું એલાન કરીને
અંગ્રેજોથી સ્વાધીનતા હજુ નથી પચાવી
ત્યાં તો ફરી એક આઝાદીની પોકાર આવી
જાણે ઉધ્ધતાઇ ને બેશર્મીની ભરમાર લાવી
પણ ભાવના જવાબદારીની જરા પણ ન જગાવી
બસ, આ તો નવરાશમાં થયું જરા લખી જોઉં
અને ખુદ ને થોડી શાણપણની ચૂસ્કી આપી દઉં.