વૃક્ષ સાથે એકલતામાં સંવાદ
વૃક્ષ સાથે એકલતામાં સંવાદ


સાંજ સુમસામ,
એકલતાથી ઐક્ય કરીને
કુદરતના ખોળે,
મૌનના મારગે ચાલી,
કાયમના સાથી વૃક્ષને
મળવા એ દોડી જાય છે,
સંવાદ સાધવા,એકાકાર થવા.
એ હળીભળી જાય છે
તરુ સાથે,
તરુના અંગેઅંગ સાથે,
મૂળથી ટોચ સાથે.
ને
એ પાછો ફરે છે
સાંનિધ્ય માણી શીતળતાનું,
આહ્લાદકતાનું,
અનમોલ સૌંદર્ય
હૈયાના ખોબલામાં ભરીને
પોતાના શહેરમાં,
કાંક્રિટના મકાનમાં
કેદ થવા.