સાગર ગૂંજે
સાગર ગૂંજે

1 min

63
સાગર ગૂંજે ને પડઘા નભમાં,
છોળો ઊંચે ને પડઘા નભમાં!
માનવ જો તલવાર ખેંચે તો,
એને ખૂંચે ને પડઘા નભમાં.
રસકસ ચૂસી લેેેવાં છે સઘળાંં,
કયાંથી સાંંખે ને પડઘા નભમાં.
મે'રામણ જો માઝા મૂકી દે,
માથાંં ભરખે ને પડઘા નભમાંં.
જ્યાં સ્થળ ત્યાં જળ થૈ જાએ,
પાતાળ ફૂટે ને પડઘા નભમાં.