STORYMIRROR

rameshbhai Khatri

Others

3  

rameshbhai Khatri

Others

હવામાં

હવામાં

1 min
44

અઢળક પ્રદૂષણ ભર્યું છે હવામાં,

એવું પાછું ડગ ભર્યું છે હવામાં.


પ્રકૃતિના આ પ્રાણતત્ત્વને કુહાડીથી,

મારીને લોહી લાલ કર્યું છે હવામાં.


માણસ જાત છે સ્વાર્થી ને નુગરી,

બાકી કશું એણે ન રાખ્યું છે હવામાં.


વેપાર બસ આ જ બાકી હતો છેલ્લે,

બોટલ મહીં જીવન ભર્યું છે હવામાં.


"વિનાશકાળે વિપરીત બુદ્ધિ હોય છે,"

આજે વિધાન એ સત્ય ઠર્યું છે હવામાં.


Rate this content
Log in