ત્રણ વ્રત
ત્રણ વ્રત

1 min

11.9K
બૂરું સાંભળવું નહીં,
કાન ઢાંકી દેજો,
કીડા ખરતા શબ્દો,
દિમાગને ન સ્પર્શજો.
આંખો દીધી છે સૌંદર્ય જોવા,
બૂરું ના દેખજો.
શબ્દો છે બ્રહ્મ સ્વરૂપે,
બ્રહ્માંડમાં અવિરત ગાજે.
મુખથી બોલીને મીઠું,
અવિનાશીને કરો રાજી.
શબ્દફૂલ ખરે તો ખરવા દેજો,
નહિતર મુખમાં મગ ભરજો પાજી!
જીવન નૈયા પાર થશે,
આ ત્રણ ગુણો રાખજો હાજી.