નસીબનાં ખેલ
નસીબનાં ખેલ

1 min

12.1K
નસીબનાં ખેલ કેવા છે,
મનુજને લેવા દેવા છે.
એક મહેલમાં મ્હાલે છે,
એકને રસ્તો જ રે'વા છે.
એ ભિખારી વેશમાં ભટકે,
માણસ પૂરતો 'કહેવા' છે.
અંધકાર છે એનું જીવન,
રોટલો બટકું ને હવા છે.
એ ભટકીને ભવ તરશે?
નિરુત્તર પ્રશ્ન એવા છે!