ઝેરી વાયુના ગોટા
ઝેરી વાયુના ગોટા

1 min

11.7K
ધૂમાડાના બસ ગોટેગોટા,
ઓકે ઝેર કારખાનાંં મોટાં.
રજકણ ઓઢી છે કાળી,
શહેરો કરે છે દોટંદોટા.
દોટ મૂકી છે શહેર તરફની,
માણસ ઠર્યા છે સાવે ખોટા.
અજવાળે અંધારું થાયે,
સૂર્ય વિવશ છે આવું જોતાં.
શ્વાસ રૂંધાઈ જાય છે સૌનો,
પ્રાણવાયુ છે જેમ પરપોટા.
બિમારીઓનાં દ્વાર ઊઘાડાં,
ભેટે છે મૃત્યુને શોભે ફોટા.