STORYMIRROR

rameshbhai Khatri

Others

4.7  

rameshbhai Khatri

Others

નદી ક્યાં છે?

નદી ક્યાં છે?

1 min
36


ખળખળ વહેતી નદી ક્યાં છે?

કલરવ કહેતી નદી ક્યાં છે?


વરસાદ પણ વિચલિત થયો ને,

હસતી રમતી નદી ક્યાં છે?


 પૂર્વ- પશ્ચિમ-ઉત્તર-દક્ષિણે,

દુઃખડાં હરતી નદી ક્યાં છે?


પૂછે બાળ માતપિતાને,

લીલીછમ નદી ક્યાં છે?


લોહી સૂકું વહે નદીમાં,

નીર વહેતી નદી ક્યાં છે?


Rate this content
Log in