ગુરૂ
ગુરૂ
ચેતાવ્યાં કેવાં હે ! એણે ચોક ના મારથી?
હથેળી થઈ લાલ સદા એના વારથી,
નજર ને અક્ષર પર એવી તો ટાંગી
અક્ષરો છપાયાં મને ! એકધારથી ?
પરીક્ષા એ પુસ્તક કંઇ પાછળ જ રહ્યાં,
સફળતા મળી ગઈ એનાં વિચારથી ?
અટકતો હતો ત્યાં જ માર્ગ બતાવ્યો
ખુદ રહયાં પથરાની ધરીની ધારથી,
બતાવી સડક થયાં એ અલોપ !
ધ્રુવ જેમ ઊગે વાદળોની બહારથી,
ધરા જ ફક્ત નહીં, લે ગગન તારું છે.
ને ખુદ પુરાઈ ગયાં બિંદુના આધારથી ?
બેસાડી રથમાં ને વિજયી બનાવ્યો,
કેમ બની ગયાં તે સ્વયં એક સારથી ?
પરીણામ આવ્યું તો નામ મારું !
એ વળી કઇ રીતે ને કયાં આધારથી ?
છે આપની સફળતા કે વિસ્તાર આપ્યો,
નહીં તો પડ્યો હોત ખૂણે કોઈ ભારથી,
ચેતવ્યા કેટલાં હે ! ચોકના મારથી?
હથેળી હરી છે આજ એના વારથી.