ધોકડ
ધોકડ
ઊભી ધોકડ
કરમાઈ કૂંપળો
કોણ નિંદશે ?
શોષણ કરી
લીલીછમ એકલી
જીવનભર
શોષણ માટે
સામ્રાજ્ય સ્થાપ્યું
મૂળિયાં ઊંડા
ધોકડ છૈયા
સાંઠગાંઠ શોષવા
પાકા ગોઠિયા
આખલા ચરે
બાકી સૌ રહે ભૂખ્યાં
દૂધે વસૂકે
ઊભી ધોકડ
ઠેર ઠેર નગરે
બુઝાયા દીપ
કોણ નિંદશે?
સૂતા છે નીંદનાર
જામી ધોકડ
તળાવ કાંઠે
કરમાઈ કૂંપળો
ધોકડ પાપે
ઊભી ધોકડ
કરમાઈ કૂંપળો
કોણ નિંદશે ?
