જીવનની સાર્થકતા
જીવનની સાર્થકતા
મળ્યું જીવનમાં નામ ત્રણ અક્ષરનું,
તેને સાર્થક કરી જાણો.
મળ્યું સઘળું સુખ-દુઃખ જીવનમાં,
તેને સહન કરી જાણો.
મળ્યા છે સગા-સંબંધીઓ, વ્હાલા,
સ્નેહ ગાંઠ વાળી જાણો.
મળ્યા છે મિત્રો અનેક સારા-નરસા,
નરસાને પચાવી, સારા ને અપનાવી જાણો.
મળ્યો છે જીવનનો માર્ગ વિકટ કાંટાળો,
કાંટા દૂર કરી, ફૂલ પાથરી જાણો.
મળેલી જીવનની વસ્તુમાં માની સંતોષ,
જીવનને સાર્થક કરી જાણો.
મળેલા ત્રણ અક્ષરના નામ ને,
"નનામિ" સુધી પહોંચાડી જાણો.
